View Single Post
  #80  
Old April 15th, 2012, 09:11 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.

હા.હા.હાહીહી..હી.મેં ચુડેલ હૂંહાહા.હા

મિશ્રાજી : અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !





ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,

હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;

નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,

આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.

- બેકાર





આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,
ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી કટ મારવાનું રહે છે;
પેલો ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,
કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;
ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,
અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો તોડ કરવાનું રહે છે;
BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,
મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે;
આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,
જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;
રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,
પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;
કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,
આ ભાર્ગવને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;
આ અમદાવાદ ના ટ્રાફિકમા



ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતુંતુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
ઘાયલ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.



હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.




મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.





જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.




એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયોતો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતોતો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે


Reply With Quote