View Single Post
  #78  
Old April 15th, 2012, 08:57 PM
d_impy d_impy is offline
Banned
 
Join Date: Feb 2012
Posts: 31
d_impy is on a distinguished road
Re: Gujju Special: Funny

કંજૂસ(મહેમાનને)- બોલો, શું લેશો? ગરમ કે ઠંડું?
મહેમાનને ખબર હતી કે ઘરઘણી કંજૂસ છે અને આજે મોકો મળ્યો છે તો બંન્ને માંગી લઉં.
મહેમાન- ગરમ અને ઠંડું.બન્ને.
કંજૂસ- રામુ, અડધો ગ્લાસ ફ્રિજરમાંથી ઠંડું અને અડધો ગ્લાસ ગિઝરમાંથી ગરમ પાણી લઇ આવ.!





વિનય ક્લાસમાં ગધેડો લઇને ગયો.
ટીચર- કેમ અલ્યા. આ શું લઇને આવ્યો છે?
વિનય- ગધેડો.
ટીચર- પણ એને અહીં શું કામ લાવ્યો છે?
વિનય- ટીચર, તમે જ તો કહેતા હતા કે તમે ગધેડાને પણ માણસ બનાવી દો છો. તો લોબનાવી દો





પ્રેમિકા(પ્રેમીને)- મારા માટે બર્થડે ગિફ્ટ શુ લાવ્યો છે?
પ્રેમી- સામેની સાઇડ ઉભેલી લાલ કલરની ફરારી કાર દેખાય છે?
પ્રેમિકા(ખુશીથી ઉછળતાં)- હા હાદેખાય છે ને
પ્રેમી- સેઇમ એવા જ કલરની લિપસ્ટીક લીધી છે તારા માટે ડિયર





શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી. બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો. પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા. એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું. અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને પડી ગયું.

એવામાં એક ગાય ત્યાંથી નીકળી. બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું. પંખી આખું છાણમાં દટાઈ ગયું. પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે ભાનમાં આવ્યું અને તે ગીતો ગાવા લાગ્યું. આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.

બોધ
  1. જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.
  2. જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
  3. જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે તમારો મિત્ર જ હોય તેવું પણ નથી. અને સૌથી મોટી વાત..
  4. જ્યારે તમે ગંદકીમાં ફસાયા હો (તમારો વખત ખરાબ હોય) ત્યારે મોઢું બંધ રાખો.



રેત ભીની તમે કરો પણ રણ સમુંદર કદી નહિ લાગે ,
શબ ને ફૂલો તમે ધરો પણ મોત સુંદર કદી નહિ લાગે . .




હું તો માનું છું કે હું છું શાયર
કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર


સ્હેજ અડતાં જ શૉક લાગે છે
લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ
ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?





ના કોઈ એકબીજા થી દુર હોય છે,
ના કોઈ એકબીજા થી નજદીક હોય છે,
ઝીંદગી ખુદ એક બીજા ને નજદીક લાવે છે,
જયારે કોઈ એક બીજાને નસીબ માં હોય છે.


Reply With Quote